VIDEO: પાટણના પીતાંબર તળાવની ફરતે થયેલા બિનઅધિકૃત દબાણો દૂર કરવાની નોટિસ મળતા જ સ્થાનિક શ્રમજીવી પરિવારોએ ભારે હોબાળો
પાટણના ઐતિહા

પાટણના ઐતિહાસિક પીતાંબર તળાવની ફરતે થયેલા બિનઅધિકૃત દબાણો દૂર કરવાની નોટિસ મળતા જ સ્થાનિક શ્રમજીવી પરિવારોએ ભારે હોબાળો મચાવ્યો છે. ચોમાસા પૂર્વે તળાવની આસપાસની જગ્યા ખાલી કરાવવા માટે નગરપાલિકાએ ૧૦૪ રહીશોને નોટિસ ફટકારી છે..ત્યારે પોતાના ઘરો છીનવાઈ જવાની ભીતિ વચ્ચે 150 શ્રમિક પરિવારો નગરપાલિકા કચેરીએ પહોંચ્યા તેમજ વૈકલ્પિક આવાસની માંગ કરી હતી સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તેઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાલ પર ઉતરશે. બીજી તરફ, નગરપાલિકાના ચીફ ઓફિસરે શ્રમજીવીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.




