મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: 'સામેવાળાને ટાર્ગેટ કરીને ટીચી નાખો', કાયદો હાથમાં લેવાની શીખ આપતા સ્વામિનારાયણ મંદિરના આચાર્ય

અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદનો એક વિવાદિત વીડિયો

તસવીર: GSTV

અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદનો એક વિવાદિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી છે. આ વીડિયોમાં આચાર્ય હરિભક્તોને ગુંડાગીરી કરવા ઉશ્કેરતા અને "સામેવાળાને ટાર્ગેટ કરીને ટીચી નાખો" તેવા ભડકાવનારા શબ્દો બોલતા સંભળાય છે. આત્મરક્ષણમાં ગોળી ચલાવી દે તો પણ માણસ છૂટી જાય છે, તેવું કહી સેલ્ફ ડિફેન્સના નામે કાયદો હાથમાં લેવાની શીખ આપતા આચાર્યે ભક્તોને ફરિયાદ કરવાને બદલે તહોમતદાર બનવા આહવાન કર્યું છે, જેને પગલે સાધુ-સંતોની ગરિમા પર સવાલો ઉઠી રહ્યા છે.

આ સમાચાર શેર કરો