મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પ્રથમ એનિવર્સરી ઉજવ્યાના બીજા જ દિવસે દંપતીનું શંકાસ્પદ મોત

સુરતના કતારગામ વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. કતારગામમાં પોતાની લગ્નની

તસવીર: gstv

સુરતના કતારગામ વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. કતારગામમાં પોતાની લગ્નની પ્રથમ મેરેજ એનિવર્સરી ઉજવ્યાના બીજા જ દિવસે એક દંપતી રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યું છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે. ઘટનાની જાણ થતાં જ કતારગામ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન પતિ અભય કાતરિયા  પંખા સાથે લટકતી હાલતમાં મળ્યા હતા. જ્યારે તેમના પત્ની જમીન પર ચાદર ઓઢેલી હાલતમાં મળ્યા હતા..પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરી, બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે અને બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો