VIDEO: ભારતનું પ્રથમ ખાનગી રોકેટ લોન્ચ વિક્રમ-૧ લોન્ચ થવા જઈ રહ્યું છે
આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર ના પ્રથમ લોન્ચ પેડ પરથી મિશન આગમન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર ના પ્રથમ લોન્ચ પેડ પરથી મિશન આગમન અંતર્ગત ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-૧ લોન્ચ થવા જઈ રહ્યું છે. ભારતીય અવકાશ ક્ષેત્ર માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે જે ખાનગી કંપનીઓની ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જશે. સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસાવવામાં આવેલું આ રોકેટ દેશના સ્પેસ સેક્ટરમાં ક્રાંતિ લાવશે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય સસ્તા અને કાર્યક્ષમ સેટેલાઇટ લોન્ચિંગની ક્ષમતા પ્રદર્શિત કરવાનો છે. ભારતીય સ્પેસ એજન્સી ઇસરો ના સહયોગથી આયોજિત આ લોન્ચિંગને જોવા માટે દેશભરના વિજ્ઞાનીઓ અને સ્પેસ ક્ષેત્રના નિષ્ણાતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.




