મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દ્વારકામાં મેઘમહેર: ભાણવડ પંથકમાં સીઝનના પ્રથમ વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ધરતીપુત્રો ખુશખુશાલ!

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં વહેલી

તસવીર: gstv

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં વહેલી સવારથી મેઘરાજાએ ધીમીધારે પધરામણી કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલા અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકો અને ખેડૂતોને રાહત મળી છે. ભાણવડ તેમજ આસપાસના વિસ્તારોમાં સતત ઝરમર વરસાદના કારણે નીચાણવાળા રોડ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને સાવચેતી રાખવી પડી હતી. સીઝનના પ્રથમ નોંધપાત્ર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે અને વાવેતર કરેલા પાકને પણ જીવદાન મળવાની આશા જાગી છે. વરસાદને કારણે સમગ્ર પંથકમાં ચોમાસાનો માહોલ જામ્યો છે.

આ સમાચાર શેર કરો