Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Selfie on stormy beach in Dwarka, questions against the system

VIDEO: દ્વારકામાં તોફાની દરિયા કિનારે સેલ્ફી, તંત્ર સામે સવાલ

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

યાત્રાધામ દ્વારકામાં તોફાની દરિયા વચ્ચે ફરી બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે કરંટ હોવાના કારણે ગોમતી સ્નાન પર પ્રતિબંધ હોવા છતાં ગાયત્રી બીચ પર લોકો જીવના જોખમે સેલ્ફી અને વિડિયોગ્રાફી કરતા જોવા મળ્યા હતા. અગાઉ પણ તંત્ર દ્વારા દરિયા નજીક ન જવાની સૂચનાઓ આપવામાં આવી હતી, છતાં નિયમોનું પાલન થતું ન હોવાનું જોવા મળી રહ્યું છે. દરિયામાં અવારનવાર ડૂબી જવાની ઘટનાઓ બનતી હોવા છતાં માત્ર ચેતવણીના બોર્ડ લગાવી તંત્ર જવાબદારીથી દૂર રહેતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સ્થાનિકોએ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવાની માંગ ઉઠાવી છે.

App Store