VIDEO: દ્વારકામાં ચાંદીના રથમાં ઠાકોરજીને બિરાજી રથયાત્રાની ઉજવણી
દ્વારકાધીશ જગત મંદિરમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશ

દ્વારકાધીશ જગત મંદિરમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ઠાકોરજીના બાળસ્વરૂપને ચાંદીના રથમાં બિરાજમાન કરી જગતમંદિર પરિસરમાં શાસ્ત્રોક્ત પરંપરા મુજબ ચાર પરિક્રમા કરાવવામાં આવશે. દરેક પરિક્રમા પૂર્ણ થયા બાદ ભોગ અર્પણ કરી આરતી ઉતારવાની વિશેષ વિધિ યોજાશે. ચોથી અને અંતિમ પરિક્રમા બાદ ચાંદીના રથને દેવકીજી મંદિર પાસે આવેલા સ્તંભ સાથે અડકાડવાની પરંપરા પણ નિભાવવામાં આવશે. લોકમાન્યતા મુજબ આ વિધિથી સારો વરસાદ થાય છે. અષાઢી બીજના આ પાવન અવસરે દ્વારકાધીશના દર્શન અને રથયાત્રાના લાભ માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે.




