VIDEO: ભારતનું પ્રથમ ખાનગી રોકેટ લોન્ચ
ભારતીય અંતરિક્ષ ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચાયો છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર ના પ્રથમ લોન્ચ પે

ભારતીય અંતરિક્ષ ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચાયો છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર ના પ્રથમ લોન્ચ પેડ પરથી મિશન આગમન અંતર્ગત વિક્રમ-૧ રોકેટને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસિત આ રોકેટ ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ લોન્ચ વ્હીકલ છે. કાર્બન-ફાઇબર બોડી ધરાવતું આ મલ્ટિ-સેટેલાઇટ ઓર્બિટલ રોકેટ દેશના ખાનગી સ્પેસ સેક્ટર માટે એક મોટી સિદ્ધિ સમાન છે.આ ઐતિહાસિક લોન્ચિંગ સાથે ભારતે વૈશ્વિક કોમર્શિયલ સ્પેસ માર્કેટમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે અને ખાનગી અંતરિક્ષ મિશનો માટે નવા દ્વાર ખોલ્યા છે.




