મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

SURENDRANAGAR: ભૂતિયા આચાર્ય સામે કડક કાર્યવાહી: પગાર વસૂલાતની નોટિસ

સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ વિભાગે ભૂતિયા આચાર્ય સામે કડક પગલાં લઈને મ

સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ વિભાગે ભૂતિયા આચાર્ય સામે કડક પગલાં લઈને મહત્ત્વનું પગલું ભર્યું છે. ભવાનીગઢ ગામની સરકારી માધ્યમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય સિકંદર કુરેશી વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. સિકંદર કુરેશી છેલ્લા ત્રણ વર્ષથી શાળામાં ગેરહાજર હોવા છતાં પગાર લઈ રહ્યા હોવાની ફરિયાદ ગામના લોકોએ કરી હતી, જેના પગલે તેમની તાત્કાલિક બદલી કરીને આચાર્ય પદેથી હટાવી દેવામાં આવ્યા છે. 

શિક્ષણ વિભાગે આ મામલે ગંભીરતા દાખવતા સિકંદર કુરેશીને ગેરહાજરી દરમિયાન લીધેલા પગારની વસૂલાત માટે નોટિસ પણ ફટકારી છે. આ ઘટનાએ સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં ભૂતિયા શિક્ષકો અને આચાર્યોની હાજરી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક લોકોની ફરિયાદ બાદ શિક્ષણ વિભાગે આવા અન્ય ભૂતિયા શિક્ષકો અને આચાર્યોની શોધખોળ માટે વ્યાપક તપાસનો આદેશ આપ્યો છે.

કડક પગલાં લીધા છે

શિક્ષણ અધિકારી અરવિંદ ઓઝાએ જણાવ્યું, “આવા કૃત્યો શિક્ષણ વ્યવસ્થાને ખોટી રીતે અસર કરે છે. અમે સિકંદર કુરેશી સામે કડક પગલાં લીધા છે અને જિલ્લાની અન્ય શાળાઓમાં આવા કેસોની તપાસ માટે સમિતિ રચવામાં આવશે. ગેરહાજર રહીને પગાર લેનારા કોઈપણ શિક્ષક કે આચાર્યને બક્ષવામાં નહીં આવે.” 

ભવાનીગઢ ગામના લોકોએ આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે, પરંતુ તેમનો આક્ષેપ છે કે આવી ગેરરીતિઓ વર્ષોથી ચાલી રહી છે અને શિક્ષણ વિભાગે આગળ પણ આવા કેસો પર ઝડપથી ધ્યાન આપવું જોઈએ. આ ઘટનાએ શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા અને વહીવટી પારદર્શિતા પર ચર્ચા ઉભી કરી છે. 

આ સમાચાર શેર કરો