Surendranagar: શીતળા સાતમની ભક્તિભાવ સાથે ઉજવણી, મંદિરે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
સુરેન્દ્રનગર જિલ્લામાં શીતળા સાતમનો તહેવાર ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાયો. ધ્રાંગધ્રામાં આવેલા 215
સુરેન્દ્રનગર જિલ્લામાં શીતળા સાતમનો તહેવાર ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાયો. ધ્રાંગધ્રામાં આવેલા 215 વર્ષ જૂના શીતળા માતાજીના મંદિરે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. આ મંદિર, જે ધ્રાંગધ્રા સ્ટેટના સમયથી પવિત્ર સ્થાન ધરાવે છે, ત્યાં બાળકોના આરોગ્ય અને દીર્ઘાયુ માટે દર્શનાર્થે લોકો દૂર-દૂરથી આવે છે.
આજના દિવસે ધ્રાંગધ્રા અને આસપાસના ગામડાઓ તેમજ વઢવાણ સહિતના તાલુકાઓમાં શીતળા સાતમની ધામધૂમથી ઉજવણી થઈ. ભક્તોએ માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા-ફૂલા, માતાજીની આંખ, જીભ અને ચોટલો ચડાવી પૂજા-અર્ચના કરી. મંદિર પરિસરમાં વહેલી સવારથી ભીડ જામી, જેમાં સ્થાનિક લોકોએ શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા.
જાહેરાત







