VIDEO: સુરેન્દ્રનગરની શાળા પાણીમાં ગરકાવ, લીંબડી તાલુકાના 3 ગામો સંપર્ક વિહોણા

ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં 23 તારીખ સુધી

ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં 23 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ વચ્ચે સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના જાંબુ, પરનાળા સહિતના ગામ ભારે વરસાદના કારણે સંપર્ક વિહોણા બન્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ગામોને જોડતા કોઝ-વે પર પાણી ફરી વળતા નદીની બીજી તરફ આવેલા ક્ષેત્રો સાથે સંપર્ક તૂટી ગયો હતો..

ગામમાં આવેલા કેટલાક ખેતરો પણ પાણીમાં ડુબી જતાં બેટમાં ફેરવાઈ ગયા

દર ચોમાસે આ ગંભીર સમસ્યા સર્જાય છે, પરંતુ તંત્ર સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ સાબિત થયું છે. ગામમાં આવેલા કેટલાક ખેતરો પણ પાણીમાં ડુબી જતાં બેટમાં ફેરવાઈ ગયા હતા.ઈમરજન્સી સેવાઓ ગામોમાં પહોંચી શકી નથી, જેનાથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.

જાહેરાત

સુરેન્દ્રનગરમાં પડેલા ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. 5 હાઈવે અને સ્ટેટ હાઈવેને વ્યાપક નુકસાન થયું, જ્યારે ભોગાવો નદીના પૂરથી રિવરફ્રન્ટ ધોવાઈ ગયો. 4 ડેમ ઓવરફ્લો થયા.13 ગામોના 120થી વધુ લોકોને સ્થળાંતર કરાયા. જિલ્લા કલેક્ટરે મોડી રાત સુધી ગ્રાઉન્ડ લેવલ પર રેસ્ક્યૂ કામગીરીનું નિરીક્ષણ કર્યું અને તાત્કાલિક સુધારણા માટે ટીમોને આદેશ આપ્યા. ભોગાવો નદી પરના ક્રોઝવે આજથી શરૂ કરાયા, પરંતુ પરિસ્થિતિ હજુ ગંભીર છે

આ સમાચાર શેર કરો

જાહેરાત