VIDEO : સુરેન્દ્રનગરમાં ઓવરબ્રિજ પર 3 વર્ષમાં 8મી વખત પડ્યું ભ્રષ્ટાચારી વિકાસનું ગાબડું
સુરેન્દ્રનગર શહેરમાં જુના જંક્શન પાસેના ઓવરબ્રિજ પર 3 વર્ષમાં 8મી વખત ભ્રષ્ટાચારી વિકાસનું ગાબડું

સુરેન્દ્રનગર શહેરમાં જુના જંક્શન પાસેના ઓવરબ્રિજ પર 3 વર્ષમાં 8મી વખત ભ્રષ્ટાચારી વિકાસનું ગાબડું પડ્યું છે, જેના કારણે 42 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ઓવરબ્રિજની નિર્માણ કામગીરી પર સવાલો ઉઠ્યા છે. આ ઓવરબ્રિજ પર ગાબડું પડતા તાત્કાલિક ગાબડું બુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ ઓવરબ્રિજની નજીકમાં જ શહેરની મુખ્ય શાળાઓ અને કોલેજો આવેલી છે તેના પરથી પસાર થઇ અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જઈ રહ્યા છે.મોરબી જેવી દુર્ઘના સર્જાશે તો જવાબદાર કોણ તે પણ સળગતો સવાલ છે. 3 વર્ષમાં 8 વખત ગબડાઓ પડતા આ બ્રિજનું નિર્માણ કરનારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.




