મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં ડીઝલ મુદ્દે હોબાળો, ઓઇલ લો તો જ ડીઝલ મળશે જેવી શરતો મૂકાતા ખેડૂતોમાં રોષ

સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની અછત વચ્ચે ખેડૂતો સાથે લૂંટ શરૂ થયાના આક્

સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની અછત વચ્ચે ખેડૂતો સાથે લૂંટ શરૂ થયાના આક્ષેપોથી હોબાળો મચ્યો છે. પાટડીમાં સંઘના પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ સાથે ફરજિયાત ઓઇલ આપવામાં આવતું હોવાનો આરોપ છે. ઓઇલ લો તો જ ડીઝલ મળશે જેવી શરતો મૂકાતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ડીઝલ લેવા આવેલા ખેડૂતોને બળજબરીપૂર્વક ઓઇલ આપતા પેટ્રોલ પંપ પર ઘર્ષણ સર્જાયું હતું. ખેડૂતોનું કહેવું છે કે અછતનો લાભ લઈને પેટ્રોલ પંપ સંચાલકો તેમને લૂંટી રહ્યા છે. આ મામલે સુરેન્દ્રનગર પુરવઠા વિભાગ અને તંત્ર દ્વારા પેટ્રોલ પંપ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ખેડૂતો સાથે થતી આવી બળજબરી બંધ કરાવવા તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો