VIDEO: ભારે વરસાદથી સુરતની કીમ નદી બે કાંઠે, શેઠી ગામનો લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ

સુરત જિલ્લામાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. માંગરોળ તાલુકાના શેઠી ગામ નજીક કીમ નદી બે

સુરત જિલ્લામાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. માંગરોળ તાલુકાના શેઠી ગામ નજીક કીમ નદી બે કાંઠે વહેતી થઈ હોવાથી શેઠી-વેલાછાને જોડતો લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. પરિણામે, આ માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થયો છે, જેના કારણે ગ્રામજનોને ઘરે પહોંચવા માટે 25થી 30 કિલોમીટરનો ફેરો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિએ વિદ્યાર્થીઓ અને નોકરિયાત લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગઈકાલે ઉમરપાડા અને વાલિયા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે કીમ નદીમાં પાણીની ભારે આવક થઈ છે. નદીનું પાણી ખતરનાક સ્તરે પહોંચી ગયું છે, જેના ડ્રોન દ્વારા લેવાયેલા આકાશી દૃશ્યો સામે આવ્યા છે, જે ભયાનક પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત