VIDEO : સુરત - વરાછા SBI બેંક લૂંટનો ભેદ ઉકેલવા 140 પોલીસ કર્મીઓની ટીમ, 150થી વધુ CCTV ફૂટેજ ખંગાળ્યા
સુરતના વરાછામાં થયેલી SBI બેંક લૂંટનો ભેદ ઉકેલવા પોલીસ એક્શન મોડમાં આવી છે. આ
સુરતના વરાછામાં થયેલી SBI બેંક લૂંટનો ભેદ ઉકેલવા પોલીસ એક્શન મોડમાં આવી છે. આ કેસમાં 140 પોલીસકર્મીઓની અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ તેજ કરાયો છે. લૂંટારુઓને પકડવા માટે પોલીસે ઘટનાસ્થળથી ભાગવાના રસ્તા સુધીના 150થી વધુ CCTV ફૂટેજ ખંગાળ્યા છે.તપાસમાં ખુલાસો થયો છે કે, લૂંટારુઓના બાઈક પર જે નંબર પ્લેટ લગાવી હતી તે નકલી હતી. લૂંટારુઓ પોલીસને હાથતાળી આપવા પૂરેપૂરું આયોજન કરીને આવ્યા હોવાનું જણાય છે, જોકે પોલીસ અત્યારે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓની ધરપકડ કરવાના ચક્ર ગતિમાન કર્યા છે.
જાહેરાત







