VIDEO: રામ મંદિરના દાન ચોરીના કેસમાં સુપ્રીમ કોર્ટની નોટિસ
અયોધ્યા રામ મંદિરના દાન ચોરીના કેસમાં સુપ્રીમ કોર્ટે રામ મંદિર ટ્રસ્ટને નોટિસ ફટકારી છે..સાથે જ

અયોધ્યા રામ મંદિરના દાન ચોરીના કેસમાં સુપ્રીમ કોર્ટે રામ મંદિર ટ્રસ્ટને નોટિસ ફટકારી છે..સાથે જ SIT પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. દેશભરમાં ચર્ચા જગાવનાર રામ મંદિરમાં દાનની ચોરીનો કેસ સામે આવ્યા બાદ આજે પ્રથમ વખત સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માંગ કરતી અરજી પર આજે સુનાવણી થઈ હતી. જેની સુનાવણી દરમિયાન કોર્ટે યુપી, કેન્દ્ર સરકાર અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને નોટિસ પાઠવી છે. કેસ સબંધીત CCTV સુરક્ષિત રાખવા નિર્દેશ આપ્યો છે. આ કેસની વધુ સુનાવણી 20 જુલાઈએ થશે..ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે આ કેસમાં સુનાવણી કરી હતી..




