Video: સુરતમાં વિદ્યાર્થીઓ પાસેથી શાળાની સફાઈ કરાવાઈ, આચાર્યએ કર્યો લૂલો બચાવ
સુરતની સરકારી શાળામાં ધોમધખતા તડકામાં ભૂલકાઓ પાસે સાફ-સફાઈ કરાવતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં શિક્
સુરતની સરકારી શાળામાં ધોમધખતા તડકામાં ભૂલકાઓ પાસે સાફ-સફાઈ કરાવતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં શિક્ષકોની હાજરીમાં જ બાળકો ગ્રીલ અને પટાંગણ સાફ કરતા નજરે પડે છે. જોકે આચાર્યએ તેને 'સ્વચ્છતા જાગૃતિ' ગણાવી બચાવ કર્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આ બાબતને ગંભીરતાથી લઈ તપાસના આદેશ આપ્યા છે. અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું કે, સફાઈ માટે પૂરતી ગ્રાન્ટ અને કર્મચારીઓ હોવા છતાં બાળકો પાસે કામ કરાવવું અસ્વીકાર્ય છે.




