VIDEO: હિંમતનગરમાં ગુજકેટની પરીક્ષામાં ભાજપ નેતાઓની બેદરકારીથી વિદ્યાર્થીઓને પહોંચી ખલેલ, વાલીઓમાં રોષ
સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત ભરમાં આજે ગુજકેટની પરીક્ષા લેવાઈ રહી છે.જોકે હિ
સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત ભરમાં આજે ગુજકેટની પરીક્ષા લેવાઈ રહી છે.જોકે હિંમતનગરમાં ગુજકેટનું જે સેન્ટર ફાળવેલું છે તે જ સેન્ટરમાં ભાજપનો કાર્યક્રમ ચાલુ હોવાને કારણે વાલીઓ રોષે ભરાયા હતા. હિંમતનગર શહેરના વિદ્યાનગરી કેમ્પસમાં આજે ગુજકેટની પરીક્ષા લેવાઈ રહી હતી ત્યારે તે જ સમયે અને તે જ કેમ્પસમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક તરફ પરીક્ષા ચાલી રહી હતી જ્યારે બીજી તરફ માઇકમાં ભાજપના નેતાઓ ભાષણો કરી રહ્યા હતા. જેને લઈને વિદ્યાર્થીઓને હેરાનગતિ થતી હોવાનું વાલીઓના ધ્યાનમાં આવતા વાલીઓ પણ રોષે ભરાયા હતા.
વાલીઓનું રોષ પારખી ગયેલા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ માઇકનો અવાજ થોડો ઓછો કર્યો હતો અને વારાફરતી ત્યાંથી ચાલતી પકડી હતી, ત્યારે આ તબક્કે સાબરકાંઠા જિલ્લા કલેકટરે ગુજકેટની પરીક્ષાને લઈને જે જાહેરનામું બહાર પાડ્યું હતું તે જાહેરનામાનો સદંતર અહીં ભંગ થયો હતો. ઉપરાંત ગુજકેટ જેવી મહત્વની પરીક્ષા જે સેન્ટર પર લેવાતી હોય તે સેન્ટર પર આવા કાર્યક્રમની મંજૂરી ના આપી શકાય અથવા તો જો કાર્યક્રમ અગાઉથી નિર્ધારિત હતો તો તે જગ્યાએ સેન્ટર ના અપાય તેવું વાલીઓનું જણાવ્યું હતું.




