VIDEO: નશીલી સીરપના વેચાણ મામલે GSTVનું સ્ટિંગ ઓપરેશન
નશીલી સીરપ વેચાણ મામલે GSTVનું સુરેન્દ્રનગરમાં સ્ટિંગ ઓપરેશન - ડોક્ટરની ભલામણ વગર જ મેડિકલ
નશીલી સીરપ વેચાણ મામલે GSTVનું સુરેન્દ્રનગરમાં સ્ટિંગ ઓપરેશન - ડોક્ટરની ભલામણ વગર જ મેડિકલ સ્ટોરોમાં બેફામ અને બેરોકટોક વેચાણ કરતા હોવાનો ધડાકો થયો છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ અને નશીલી વસ્તુ વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે છતાં પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ અને નશીલા પદાર્થનો વેચાણ થતું હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ નશીલી સીરપનો મેડિકલ સ્ટોર ઉપર વેચાણ થતા હોવાનો ધડાકો થયો છે. સામાન્ય રીતે નિયમ પ્રમાણે શરદી, ઉધરસ અને કફ થયો હોય ત્યારે ડોક્ટર લખી આપે તો જ મેડિકલ સ્ટોર ઉપરથી જે સીરપ આપવાની હોય છે પરંતુ તે સીરપ સુરેન્દ્રનગરના મેડિકલ સ્ટોર ધારકો ખુલ્લેઆમ કોઈ પણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર વેચતા હોવાનો ધડાકો થયો છે. ગ્રાઉન્ડ લેવલ ઉપર આ બાબતે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવતા અલગ-અલગ શહેરની મેડિકલ સ્ટોરોની મુલાકાત લઇ અને ખાલી બોટલ લઇ ડોક્ટરના ભલામણ વગર સીરપ લેવા યુવકોને મોકલવામાં આવ્યા હતા. ત્યારે મેડિકલ સ્ટોર ધારકોએ ડોક્ટરની ભલામણ ચિઠ્ઠી વગર જ આવી નશીલી સીરપ જેટલા પ્રમાણમાં જોઈએ તેટલી આપી દીધી.
સુરેન્દ્રનગરનો યુવાધન નશીલી સીરપના સેવનના ગળાડૂબ બન્યું છે મેડિકલ સ્ટોરમાં સાંજના સમયે આવી સીરપ લેવા માટે લાંબી લાઈનો લાગતી હોય છે. નશા માટે આ સીરપ ઉપયોગમાં લેવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે જો કે આ સીરપના ઉપયોગ કર્યા બાદ સુરેન્દ્રનગરના અનેક યુવકોના મગજ અને આંતરડા ઉપર સીધી અસર થઈ છે અને સેવન પછી બે થી ત્રણ દિવસે ભાનમાં આવતા હોવાનો પણ સીરપ સેવન કરતાં યુવકોના પરિવારજનોને મળતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. કોઈ સમય આ સીરપ ન મળે તો બંધાણીઓ ઘરમાં મારઝૂડ પણ કરતા હોય છે અને કાબુ ગુમાવી બેસતા હોવાના અનેક કિસ્સાઓ શહેરમાં સામે આવ્યા છે.






