VIDEO: રાજ્યમાં મે મહિનામાં પણ પડશે આકરી ગરમી, સામાન્ય કરતાં ઊંચું તાપમાન રહેવાની શક્યતા
રાજ્યમાં પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી 48 કલાક સુધી તાપમાનનો પારો યથાવત રહેવાની હવા
રાજ્યમાં પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી 48 કલાક સુધી તાપમાનનો પારો યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે, 48 કલાક બાદ પવનની દિશા બદલાતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, મે મહિનાના પૂર્વાનુમાન મુજબ, આખા મહિના દરમિયાન મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની સંભાવના છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં નીચું રહી શકે છે. આમ, મે મહિનામાં ગરમીનું જોર યથાવત રહેશે.
જાહેરાત







