VIDEO: દાદરા નગર હવેલીમાં STએ સર્જ્યો અકસ્માત, મોપેડ ચાલકને અડફેટે લેતા 2નાં મોત
સલામત સવારી એસટી અમારી એવા સ્લોગન સાથે ચાલતી રાજ્ય સરકારની બસો છાસવારે અકસ્માત સર્જી રહી છે. ત્યારે દાદરા નગર હવેલીના દાદરા ગાર્ડન
સલામત સવારી એસટી અમારી એવા સ્લોગન સાથે ચાલતી રાજ્ય સરકારની બસો છાસવારે અકસ્માત સર્જી રહી છે. ત્યારે દાદરા નગર હવેલીના દાદરા ગાર્ડન નજીક અકસ્માતની ઘટના બની છે. એસટી બસે મોપેડ ચાલકને અડફેટે લેતા 2નાં મોત નીપજ્યાં છે. સેલવાસથી વાપી તરફ એસટી બસ આવી રહી હતી. ત્યારે બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ બેકાબુ બની રોંગ સાઈડમાં ઘુસી ગઈ હતી. જેમાં સામેથી આવતા મોપેડને ટક્કર મારતા લવાછા ગામના બે લોકોનાં મોત નીપજ્યાં હતાં. ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. લોકોનું ટોળું એકઠું થતાં માહોલ ગરમાયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો.




