મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હિંમતનગરના હમીરગઢ રેલ્વે અન્ડર પાસમાં ST બસ ડૂબી, ડ્રાઈવર અને મહિલા કંડક્ટરનો આબાદ બચાવ

સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના હમીરગઢમાંથી અહેવાલ સામે આવ્યો છે. પ

સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના હમીરગઢમાંથી અહેવાલ સામે આવ્યો છે. પાણી ભરેલા રેલવે અન્ડર પાસ માંથી ST બસને પસાર કરવાનો ડ્રાઈવર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો, આ પ્રયાસ નિષ્ફળ ગયો અને બસ પાણીમાં ડૂબી ગઈ હતી. સદનસીબે બસમાં અન્ય કોઈ પેસન્જર સવાર નહોતાં નહીંતર પરિસ્થિતિ ગંભીર બની જાત.

બસ ડૂબતા ડ્રાઈવર અને મહિલા કંડક્ટર બસની છત પર ચઢી ગયા 

બસ ડૂબતા ડ્રાઈવર અને મહિલા કંડક્ટર બસની છત પર ચઢી ગયા હતા. જો કે આ દ્રશ્યો જોઈને સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા, અને દોરડાની મદદથી બન્નેનો જીવ બચાવ્યો હતો.  

 સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ 

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારબાદ હવે સ્થિતિ કાબૂમાં આવી છે અને વરસાદી પાણી ઓસર્યા છે. ત્યાં તો ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી અમદવાદમાં કાળાડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. 10 વાગે પણ વહેલી સવારના 5 વાગ્યા એવો માહોલ હતો. વહેલી સવારથી ધીમી ધારે શરૂ થયેલા વરસાદે જમાવટ કરતાં ધોધમાર વરસ્યો છે. 

આ સમાચાર શેર કરો