મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કડી ખાતે લાલજી પટેલની અધ્યક્ષતામાં એસપીજીની બેઠક યોજાઈ, વિવિધ મુદ્દે ચર્ચા

મહેસાણાના કડી ખાતે સરદાર પટેલ ગ્રુપ (SPG)ની મહત્વપૂર્ણ જિલ્લા ક

તસવીર: gstv

મહેસાણાના કડી ખાતે સરદાર પટેલ ગ્રુપ (SPG)ની મહત્વપૂર્ણ જિલ્લા કારોબારી બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલની વિશેષ અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં એસપીજીના આગેવાનો અને ઉત્સાહી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સમાજના હિત માટે લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરવા મુદ્દે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ભાગેડુ લગ્નો અટકાવવા અને મૈત્રી કરાર પ્રથાને સંપૂર્ણપણે રદ કરવાની મજબૂત માંગ ઉઠાવવામાં આવી હતી. સાથે જ યુજીસી મુદ્દે આગામી સમયમાં હાથ ધરવામાં આવનારા મોટા આંદોલનની રણનીતિ પણ ઘડી કાઢવામાં આવી હતી. સમાજ હિતાર્થે વિવિધ પ્રશ્નોના નિવારણ અને આગામી કાર્યક્રમોના સફળ આયોજન માટે સ્પષ્ટ વ્યૂહરચના નક્કી કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો