VIDEO: અમરેલીના મોટા આંકડીયા ગામેથી ૫ વર્ષના માસૂમ બાળકના અપહરણ કેસમાં પોલીસે માત્ર ૧૫ કલાકમાં આરોપીને ઝડપી બાળકને હેમખેમ મુક્ત કરાવ્યું
અમરેલી તાલુકાન

અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામેથી પાંચ વર્ષના માસૂમ બાળકના અપહરણના ચકચારી કેસમાં અમરેલી એલસીબી અને રૂરલ પોલીસે માત્ર ૧૫ કલાકની અંદર મોટી સફળતા મેળવી છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલ ખેતીકામ કરતા પરિવારના બાળકનું લલિત રૂપસિંગ જમરે નામના શખ્સે મોટરસાઇકલ પર અપહરણ કર્યું હતું. આરોપી પાસે મોબાઈલ ન હોવાથી તપાસ પડકારજનક બની હતી, પરંતુ પોલીસે ૧૭૦થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી રાજકોટ ગ્રામ્યના વિરપુર ગામેથી આરોપીને દબોચી લીધો હતો. પોલીસે માસૂમ બાળકને સહીસલામત બચાવીને તેના માતા-પિતાને સોંપતા પરિવારનું સુખદ મિલન થયું હતું અને વાલીઓની આંખોમાંથી હર્ષના આંસુ વહી ગયા હતા.




