મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માઉન્ટ આબુ ઠંડીમાં ઠુઠવાયું, વહેલી સવારે બરફ જામી જતાં ધરતી સફેદ ચાદરથી છવાઈ

ગુજરાતના સૌથી નજીકના હિલ સ્ટેશન માઉન્ટઆબુમાં તાપમાન સતત માયનસ રહેતા છેલ્લા પાંચ દિવસથી બરફ પથરાયેલો

ગુજરાતના સૌથી નજીકના હિલ સ્ટેશન માઉન્ટઆબુમાં તાપમાન સતત માયનસ રહેતા છેલ્લા પાંચ દિવસથી બરફ પથરાયેલો જોવા મળી રહ્યો છે. આજે માઉન્ટ આબુમાં માયનસ ત્રણ અને અરવલ્લી ગિરિમાળાની સર્વોત્તમ ઊંચી ચોંટી પર આવેલ ગુરુશિખરમાં માયનસ પાંચ ડિગ્રી તાપમાનમાં નોંધાયું. ખુલ્લા મેદાનોમાં પડેલું પાણી અને છોડ પરનો ઝાકળ બરફમાં ફેરવાઈ ગયો.

આ પણ વાંચોઃ VIDEO: ધનસુરામાં દારુડિયાએ પહેલા ધમકી આપી, પછી અનેક બાઈકો પર કાર ચઢાવી દીધી

માઉન્ટ આબુમાં ઠંડીથી પાણી જામી જતાં ધરતીએ જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. આવા આહ્લાદક વાતવરણમાં સહેલાણીઓ મોટી સંખ્યામા ઉમટી પડે છે અને બરફનો નજારો જોઈ પ્રફુલ્લિત થઇ રહ્યા છે.

આ સમાચાર શેર કરો