મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Surendraagar / આંબેડકરનગરમાં તસ્કરો ત્રાટક્યા; બારીના સળિયા તોડી લાખોના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં તસ્કરો હવે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. સાયલાના

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં તસ્કરો હવે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. સાયલાના આંબેડકરનગર વિસ્તારમાં તસ્કરોએ એક બંધ મકાનને નહીં, પરંતુ પરિવારની હાજરીમાં જ મકાનને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી પોલીસ પેટ્રોલિંગના દાવાઓની પોકળતા છતી કરી છે.

મળતી માહિતી મુજબ, સાયલાના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા એક પરિવારના સભ્યો રાત્રિના સમયે ગાઢ નિદ્રામાં હતા, ત્યારે તસ્કરોએ તકનો લાભ ઉઠાવ્યો હતો. તસ્કરોએ ઘરની બારીના લોખંડના સળિયા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. પરિવારના સભ્યો બાજુમાં જ સૂતા હોવા છતાં તસ્કરો અત્યંત ચાલાકીથી કિંમતી ઘરેણાં ચોરી કરી રવાના થઈ ગયા હતા. તસ્કરો કબાટમાંથી બુટ્ટી, બુટિયા સેટ, સોનાની ચેન અને લોકેટ સહિત આશરે 10 તોલા સોનું અને 500 ગ્રામ ચાંદીના દાગીના ચોરી કરી ગયા છે. 

સાયલા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. અગાઉ પણ અનેક ચોરીની ઘટનાઓ બની ચૂકી છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં તસ્કરો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. તસ્કરોએ જે રીતે પરિવારની હાજરીમાં બારીના સળિયા તોડી ચોરીને અંજામ આપ્યો છે, તે જોતા સ્થાનિક રહીશોમાં ભય અને ફફડાટ ફેલાયો છે. હાલમાં આ મામલે સાયલા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

આ સમાચાર શેર કરો