VIDEO: દુબઈ જઈ રહેલા પ્લેનમાંથી અચાનક નીકળવા લાગ્યો ધુમાડો, જુઓ પછી શું થયું...
ચેન્નાઈ એરપોર્ટ પર આજે મોટી દુર્ઘટના ટળી છે. દુબઈ જઈ રહેલા પ્લેનમાં ટેકઓફ પહેલા એન્જીનમાંથી ધુ

ચેન્નાઈ એરપોર્ટ પર આજે મોટી દુર્ઘટના ટળી છે. દુબઈ જઈ રહેલા પ્લેનમાં ટેકઓફ પહેલા એન્જીનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. મળતી માહિતી મુજબ, રાત્રે ચેન્નાઈ-દુબઈ અમીરાતની ફ્લાઈટ ઉપડતા પહેલા પ્લેનના પાછળના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેના કારણે ત્યાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટના સમયે વિમાનમાં કોઈ મુસાફરો હાજર ન હતા. વાસ્તવમાં આ અકસ્માત ટેક ઓફના થોડા કલાકો પહેલા થયો હતો.
ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી અમીરાતની ફ્લાઈટ મંગળવારે રાત્રે 9.50 કલાકે દુબઈ માટે ઉપડવાની હતી. તેના થોડા કલાકો પહેલા અચાનક જ ઓવરફિલિંગને કારણે એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ ફ્લાઈટમાં 300 થી વધુ મુસાફરો મુસાફરી કરવાના હતા. ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. આ અકસ્માતને કારણે ફ્લાઈટ લગભગ 2 કલાક મોડી પડી હતી.




