મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સિંગતેલમાં ડબ્બે રૂ.30નો વધારો, કપાસિયા અને પામતેલના ભાવ પણ વધ્યા

રાજ્યમાં મગફળીનું વિક્રમી ઉત્પાદન છતાં સિંગતેલના ભાવમાં સતત વધારો થઇ રહ્ય

રાજ્યમાં મગફળીનું વિક્રમી ઉત્પાદન છતાં સિંગતેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. એક જ દિવસમાં ડબ્બે રૂ.30નો વધારો નોંધાયો છે. આ સાથે કપાસિયા અને પામતેલના ભાવમાં પણ વધારો થયો છે. સિંગતેલમાં ડબ્બે 30 વધતા ભાવ રૂપિયા 2340 થી 2390 વચ્ચે, કપાસિયા તેલમાં ડબ્બે 15 વધતા ભાવ 2265 થી 2315 વચ્ચે અને પામતેલમાં ડબ્બે 10 વધતા ભાવ 2025 થી 2030 વચ્ચે ટ્રેડ કરી રહ્યો છે. માર્કેટ યાર્ડમાં મગફળીના સ્થિર ભાવ હોવા છતાં સિંગતેલમાં કૃત્રિમ તેજી જોવા મળી છે. 

આ સમાચાર શેર કરો