મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: J&K/ શ્રીનગરમાં પર્યટકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો, સ્થાનિક વેપારીઓ અને હોટેલ ઉદ્યોગને મોટો ફાયદો

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં પર્યટકોની સંખ્યામાં ન

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં પર્યટકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. દેશના અન્ય રાજ્યોમાં પડી રહેલી ગરમીની લહેર વચ્ચે લોકો અહીં ઠંડકમાં રાહત અને આનંદ કરી રહ્યા છે. હાઉસબોટ, હોટલ અને પર્યટન સ્થળોએ બુકિંગમાં જંગી વધારો નોંધાયો છે. દાલ લેક અને ગુલમર્ગ જેવા સ્થળોએ પ્રવાસીઓની ચહલપહલ વધી ગઈ છે. સ્થાનિક વેપારીઓ અને હોટેલ ઉદ્યોગને આ વધેલા પ્રવાસનથી મોટો ફાયદો થઈ રહ્યો છે. પ્રશાસન દ્વારા પણ સુરક્ષા અને સુવિધાઓને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ રીતે ગરમીથી બચવા માટે શ્રીનગર પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે.

આ સમાચાર શેર કરો