VIDEO: અમદાવાદમાં ગરમીને પગલે એસી-કુલરની માંગમાં નોંધપાત્ર વધારો, ઈલેક્ટ્રોનિક્સ બજારોમાં ઘરાકી નીકળતા વેપારીઓમાં ખુશીનો માહોલ
અમદાવાદમાં આકરા ઉનાળાની શરૂઆત થતા જ ઇલેક્ટ્રોનિક્સ બજારમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળ
અમદાવાદમાં આકરા ઉનાળાની શરૂઆત થતા જ ઇલેક્ટ્રોનિક્સ બજારમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. સામાન્ય દિવસોની સરખામણીએ એસી અને કુલરની માંગમાં ૨૦ થી ૩૦ ટકાનો વધારો નોંધાયો છે. ખાસ કરીને મધ્યમ વર્ગીય પરિવારોમાં પોર્ટેબલ કુલરની માંગ સૌથી વધુ છે.
એસી પર જીએસટી ઘટવા છતાં, યુદ્ધને કારણે પ્લાસ્ટિકના દાણાના ભાવ વધતા એસીની કિંમતોમાં ધરખમ વધારો થયો છે. પરિણામે, લોકો હવે એસી કરતા કુલર ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. રીલીફ રોડ જેવા ઇલેક્ટ્રોનિક્સ બજારોમાં ઘરાકી નીકળતા વેપારીઓમાં ખુશીનો માહોલ છે. અમદાવાદ વેપારી મહાસંગઠનના પ્રમુખે જણાવ્યું કે વધતી ગરમીને જોતા આગામી દિવસોમાં વેચાણ હજુ પણ વધશે.
જાહેરાત







