VIDEO: બનાસકાંઠા જિલ્લા વિભાજન મામલે શિવ કથાકારનું ચર્ચાસ્પદ નિવેદન
બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઇને વિવાદ હજુ શમ્યો નથી અને એવામાં આ બાબતે એક શિવ કથાકારનો વીડિયો વા
બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઇને વિવાદ હજુ શમ્યો નથી અને એવામાં આ બાબતે એક શિવ કથાકારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં શિવ પ્રિય જોશી મહારાજ કાંકરેજને લઈને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે રાજકીય રોટલા શેકવા માટે બનાસકાંઠાનું વિભાજન થયું હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.
આ પણ વાંચો : બનાસકાંઠામાં વિભાજન બાદ ત્રણ તાલુકામાં વિરોધ હજુ પણ યથાવત
મહારાજ શિવ કથા કરી રહ્યા હતા તે દરમિયાન કથાકારે બનાસકાંઠાના કાંકરેજ વિસ્તાર પર અને બનાસ નદી પર કેટલીક વાતો કહી હતી. તેમજ કથામાં તેઓએ કહ્યું હતું કે મારા કાંકરેજને બનાસમાં રહેવા દો મહાદેવ તમારું ભલું કરશે. અમારો કાંકરેજ તાલુકો કાંકરેજી ગાય ઉપર છે અને બનાસ નદીના કાંઠે આવેલો છે. માટે બનાસના કાંઠે આવેલું કાંકરેજ તાલુકો બનાસમાં જ રહે.




