મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ હિરાસર એરપોર્ટ પર મોટી દૂર્ઘટના ટળી, ભારે વરસાદને કારણે શેડ તૂટી પડ્યો

રાજકોટમાં પણ દિલ્હી એરપોર્ટ જેવી ઘટના બની છે. ભારે વરસાદને કારણે રાજકોટ એરપોર્ટ પર મુસાફરોને મુકવા અને ડ્રોપ કરવાની જગ્યા પ

રાજકોટમાં પણ દિલ્હી એરપોર્ટ જેવી ઘટના બની છે. ભારે વરસાદને કારણે રાજકોટ એરપોર્ટ પર મુસાફરોને મુકવા અને ડ્રોપ કરવાની જગ્યા પરનો શેડ તૂટી પડ્યો છે. પહેલા વરસાદમાં જ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ફજેતી થઇ હતી. મહત્ત્વપૂર્ણ છે કે રાજકોટ એરપોર્ટને 1400 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને ગત વર્ષે જ વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

રાજકોટ એરપોર્ટ દૂર્ઘટના મામલે કલેક્ટરે બોલવાનું ટાળ્યું

રાજકોટ એરપોર્ટ દૂર્ઘટના મામલે કલેક્ટરે બોલવાનું ટાળ્યું હતું. જિલ્લા કલેક્ટરને જ્યારે હિરાસર એરપોર્ટ બાબતે પ્રશ્ન પૂછવામાં આવતા તેમને કહ્યું કે, હંગામી શેડ છે તે પડી ગયો છે હમણાં રિપેર થઇ જશે. તમે આ ઘટના અંગે એરપોર્ટના ડાયરેક્ટરને પૂછો.

PM મોદીએ એક વર્ષ પહેલા જ કર્યું હતું ઉદ્દઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 અને 28 જુલાઇ 2023માં ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ, હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્દઘાટન કર્યું હતું. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. રાજકોટથી આશરે 30 કિલોમીટર દૂર, નેશનલ હાઇવે નં-27 નજીક હિરાસર ગામ પાસે ₹1405 કરોડના ખર્ચે ગ્રીનફીલ્ડ એરપોર્ટનું નિર્માણ થયું છે.

દિલ્હીમાં પણ તૂટી પડ્યો હતો શેડ

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિલન-1 પર એક મોટી દૂર્ઘટના થઇ હતી. વરસાદને કારણે ટર્મિનલની છત નીચે ઉભેલી ગાડી પર પડી હતી જેમાં કેટલાક લોકો દબાઇ ગયા હતા.આ ઘટનામાં એક વ્યક્તિનું મોત જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા.

આ સમાચાર શેર કરો