મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારી જિલ્લામાં ખાતરની ભારે અછત, ખેડૂતો આકરી ગરમીમાં લાઈનમાં ઊભા રહેવા મજબૂર

નવસારી જિલ્લાના વાંસદામાં વાવણીની સીઝન જામતા જ રાજ્યમાં ખાતરની ભારે અછત સર્જાઈ છે

નવસારી જિલ્લાના વાંસદામાં વાવણીની સીઝન જામતા જ રાજ્યમાં ખાતરની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે ખેડૂતોને લાઈનો લગાવી ઉભા રહેવું પડે છે. ખેતરનું કામ છોડીને પુરુષો અને મહિલાઓ વહેલી સવારથી આકરી ગરમીમાં ડેપો પર પોતાની વારીની પ્રતીક્ષા કરી રહ્યા છે, પરંતુ માંગની સામે પુરવઠો અત્યંત ઓછો હોવાથી ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

અનેક કિસ્સામાં દસ ગુણીની જરૂરિયાત સામે માંડ બે-ત્રણ ગુણી જ ફાળવવામાં આવતા ખેડૂતોની મુશ્કેલી બેવડાઈ છે. મોંઘા બિયારણ અને અનિશ્ચિત વરસાદ વચ્ચે જો સમયસર ખાતર નહીં મળે, તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાની ભીતિ છે. ખેડૂત આલમમાં સરકાર અને તંત્ર સામે રોષ વ્યાપ્યો છે અને પૂરતો જથ્થો ફાળવવા પ્રબળ માંગ ઉઠી છે. જો તંત્ર સત્વરે કોઈ નક્કર પગલાં નહીં ભરે, તો આગામી દિવસોમાં ખેડૂતો આંદોલન અને રસ્તા રોકો જેવા આકરા પગલાં ભરે તેવી પૂરેપૂરી શક્યતા છે. 

આ સમાચાર શેર કરો