મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નીચાણવાળા વિસ્તારો, કોઝવે, બ્રિજ પર સુરક્ષા જવાનો તૈનાત

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર સંપ

તસવીર: gstv

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. નીચાણવાળા વિસ્તારો, કોઝવે અને બ્રિજ પર પોલીસ, હોમગાર્ડ તથા GRDના જવાનો તૈનાત કરાયા છે, જ્યારે ઈમરજન્સી બચાવ કામગીરી માટે તરવૈયાઓ અને જરૂરી સાધનો સાથે ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. નદી-નાળા, પાણી ભરાયેલા વિસ્તારો અને પ્રતિબંધિત જંગલોમાં ન જવા તેમજ યુવાનોને સ્ટંટ જેવી જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહેવા કડક સૂચના આપવામાં આવી છે. ચોમાસામાં રસ્તા લપસણા હોવાથી વાહનચાલકોને ધીમે અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો