VIDEO: કચ્છમાં ફરી એકવાર બિનવારસી નશીલા પદાર્થનો જથ્થો મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક
કચ્છ જિલ્લામાં ફરી એકવાર બિનવારસી નશીલા પદાર્થનો જથ્થો મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની
કચ્છ જિલ્લામાં ફરી એકવાર બિનવારસી નશીલા પદાર્થનો જથ્થો મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. બીએસએફની 176 બટાલિયનને મળેલી ચોક્કસ માહિતીના આધારે ક્રિક વિસ્તારમાંથી 10 ચરસના પેકેટ કબ્જે કરવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં કચ્છ વિસ્તારમાં બીએસએફ જવાનોને બિનવારસી હાલતમાં કુલ 40થી વધુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. સતત ડ્રગ્સ મળી આવવાની ઘટનાઓને પગલે સુરક્ષા એજન્સીઓએ વિસ્તારની ચકાસણી વધુ તેજ કરી છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

