VIDEO: સુરતમાં ભાજપ અને અપક્ષ વચ્ચે ઘર્ષણ, ઝપાઝપીના દ્રશ્યો CCTVમાં થયા કેદ

સુરતના રાંદેર વિસ્તારમાં રાજકીય ઘર્ષણનો મામલો સામે આવ્યો છે. ગોરાટ મંદિર નજીક ભાજપ અને અપક્ષ

સુરતના રાંદેર વિસ્તારમાં રાજકીય ઘર્ષણનો મામલો સામે આવ્યો છે. ગોરાટ મંદિર નજીક ભાજપ અને અપક્ષ વચ્ચે થયેલા વિવાદના CCTV દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યોમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા અને તેમના કાર્યકર્તાઓ દ્વારા સોસાયટીના ગેટનો દરવાજો જબરદસ્તી ખોલી પ્રચાર માટે પ્રવેશ કરવાનો આક્ષેપ છે.

સોસાયટી ગેટ પર હાજર મહિલાઓ સાથે ધક્કામુક્કીની સ્થિતિ પણ સર્જાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે મનાઈ હોવા છતાં ભાજપ દ્વારા જબરદસ્તી પ્રચાર કરી ઘર્ષણ ઊભું કરવામાં આવ્યું. સમગ્ર ઘટના CCTVમાં કેદ થતા રાજકીય માહોલ ગરમાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત