VIDEO: પોસ્ટઓફિસમાં સ્ટેશનરીની અછત
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં છેલ્લા બે મહિનાથી પાસબુક અને ફિક્સ્ડ ડિપોઝિટ બુકની ભારે અછત સર્જાઈ છે, જેના

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં છેલ્લા બે મહિનાથી પાસબુક અને ફિક્સ્ડ ડિપોઝિટ બુકની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે ગંભીર વિવાદ ઊભો થયો છે. પ્રિન્ટિંગ મશીનો બંધ હોવાને લીધે લાખો રોકાણકારોને સત્તાવાર પાસબુકના બદલે માત્ર સિક્કો મારેલી સામાન્ય સ્લીપ આપવામાં આવી રહી છે. નવા બચત ખાતા ખોલાવનાર કે નવી FD કરાવનાર ગ્રાહકોને પણ પાસબુક ન મળતાં, રાજ્યની આશરે ૯ હજાર પોસ્ટ ઓફિસોના ૨ કરોડ જેટલા ખાતેદારો હાલ ભારે પરેશાની ભોગવી રહ્યા છે.આ અંધાધૂંધીના કારણે ખાસ કરીને સિનિયર સિટીઝન્સ અને મધ્યમ વર્ગના રોકાણકારો પોતાની જીવનભરની મૂડીની સુરક્ષાને લઈને ભારે ચિંતા અને જોખમ અનુભવી રહ્યા છે. કોંગ્રેસે આ અંગે આશંકા વ્યક્ત કરી છે કે જો સરકાર દ્વારા તાત્કાલિક જરૂરી સ્ટેશનરી ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે, તો આ તંગી પાછળ ભવિષ્યમાં અનેક લોકોની મૂડી જોખમમાં મુકાઈ શકે છે.




