VIDEO : દૂધના ભાવમાં વધારો ઝીંકાતા સૌરાષ્ટ્રવાસીઓમાં ભારે રોષ, ચાની લારી ધરાવતા ધંધાર્થીઓની કમર તૂટી
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 થી 3 રૂપિયાનો વધારો ઝીંકાતા સૌરાષ્ટ્રવાસીઓમાં ભારે રોષ જોવ

અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 થી 3 રૂપિયાનો વધારો ઝીંકાતા સૌરાષ્ટ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને 'ટી સ્પેશિયલ' દૂધમાં 3 રૂપિયાનો વધારો થતા ચાની ટપ્પરી ચલાવતા ધંધાર્થીઓની કમર તૂટી ગઈ છે. વેપારીઓનું કહેવું છે કે નફો પહેલેથી ઓછો છે, તેમાં ભાવવધારો થતા ધંધો કરવો મુશ્કેલ બન્યો છે, કારણ કે તેઓ ગ્રાહકો પાસેથી વધુ પૈસા લઈ શકતા નથી. સ્થાનિકોના મતે ગેસના ભાવ વધારા બાદ હવે દૂધ મોંઘું થતા રસોડાનું બજેટ ખોરવાયું છે. લોકો હવે સરકાર પાસે જનહિતમાં વહેલી તકે કોઈ ઠોસ નિર્ણય લેવાની માંગ કરી રહ્યા છે.



