VIDEO : સતાધાર આપા ગીગા મંદિરના મહંત વિજયબાપુએ પોતાના પર લાગેલા આરોપોના આપ્યાં જવાબ, જુઓ શું કહ્યું
સતાધાર આપા ગીગા મંદિરના મહંત વિજયબાપુ પર તેમના પૂર્વાશ્રમના મોટા ભાઈ નીતિન ચાવડાએ તેમના પ

સતાધાર આપા ગીગા મંદિરના મહંત વિજયબાપુ પર તેમના પૂર્વાશ્રમના મોટા ભાઈ નીતિન ચાવડાએ તેમના પર વ્યભિચાર અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. નીતિન ચાવડાએ ત્યાં સુધી કહી દીધું હતું કે મહંત વિજયબાપુએ સતાધારમાં જ રહેતી એક મહિલા સાથે ખાનગીમાં લગ્ન કરી લીધા છે.
સતાધારના મહંત વિજયબાપુએ આખરે પોતાનું મૌન તોડ્યું છે અને પોતાના પર લાગેલા આક્ષેપોના જવાબ આપ્યા છે. મહંત વિજયબાપુએ તમામ આરોપોને ફગાવી દીધાં છે. વિજયબાપુએ કહ્યું કે, મારી સામેનું આ એક ષડયંત્ર રચાયું છે, અમારી પાસે એવો કોઈ ઉદ્યોગ નથી, જેના કારણે અમે આવો ભ્રષ્ટાચાર કરી શકીએ. અહીંયા કરોડો રૂપિયા કેવી રીતે હોય? ક્યાથી કરોડો રૂપિયા આવે? અત્યારે સરકારના આટલા કાયદાઓ ચાલે છે. 10-10 રૂપિયા અમારી આ સંસ્થાની આજીવિકા હોય છે.
આરોપોને પાયા વિહોણા ગણાવતા કહ્યું કે, તેમના આક્ષેપો વર્ચસ્વ ઊભુ કરવા માટેના છે. આવી રીતે સમાજને ગેરમાર્ગે દોરવાની વાત છે. આ બધા પાયાવિહોણા આક્ષેપો છે.






