Video:સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ કાર્યવાહી, જાહેરમાં ચાલતા બિયર બારના કેસમાં સારોલી PI સસ્પેન્ડ
સુરતના સારોલી પુણારોડ પર આવેલા સાયોના ચાર રસ્તા પાસે છાપરું બાંધીને ખુલ્લેઆમ બિયર બાર ધમધમી રહ્યો હતો.

સુરતના સારોલી પુણારોડ પર આવેલા સાયોના ચાર રસ્તા પાસે છાપરું બાંધીને ખુલ્લેઆમ બિયર બાર ધમધમી રહ્યો હતો. બે દિવસ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ બિયર બાર પર દરોડા પાડીને દારૂ અને વાહનો મળીને કુલ રૂ.5.04 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને 10 આરોપીઓની અટક કરી હતી. આ અગાઉ પણ સારોલીમાંથી જુગારધામ પકડાયું હતું. આ બાબતની ગંભીરતાના ધ્યાને લઇને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બુધવારે સારોલી પીઆઇ એસ.એ.દેસાઇને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.




