Surat: અડાજણ બસ ડેપો પાસે બ્રાન્ડેડના નામે ડુપ્લિકેટ ચીજવસ્તુઓનું વેચાણ, પોલીસે 1.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરતના રાંદેર પોલીસ મથકની ટીમે કોમ્બિંગ દરમિયાન એક મહત્વની સફળતા મેળવી છે. પોલીસે શહેરના વ

સુરતના રાંદેર પોલીસ મથકની ટીમે કોમ્બિંગ દરમિયાન એક મહત્વની સફળતા મેળવી છે. પોલીસે શહેરના વ્યસ્ત એવા અડાજણ બસ ડેપો સેન્ટર પર દરોડા પાડીને મોટા પાયે વેચાતી ડુપ્લિકેટ બ્રાન્ડેડ ચીજવસ્તુઓનો જથ્થો પકડી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે જાણીતી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના નામે વેચાતા ડુપ્લિકેટ શૂઝ, કાંડા ઘડિયાળ, ટી-શર્ટ અને ગોગલ્સ સહિતની વસ્તુઓ કબજે કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બ્રાન્ડેડ વસ્તુઓના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી. પોલીસે આ સ્થળેથી કુલ રૂપિયા 1.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ રાંદેર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી નકલી બ્રાન્ડેડ વસ્તુઓ વેચતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


