મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાબરમતીનું રૌદ્ર રૂપ, બુલેટ ટ્રેનની કામગીરીનો સામાન તણાયો,પૂર્વ તરફનો લોઅર પ્રોમિનાડ બંધ કરવામાં આવ્યો

ગુજરાતમાં ભારે વરસાદના કારણે રાજ્યની મોટાભાગની નદીઓના જળસ્તર વધ્યા છે. જેના કારણે અન

ગુજરાતમાં ભારે વરસાદના કારણે રાજ્યની મોટાભાગની નદીઓના જળસ્તર વધ્યા છે. જેના કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસ અને રાજસ્થાનના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમની જળસપાટી વધી છે. એવામાં સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે સાબરમતી નદીની આસપાસના વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.  

 બુલેટ ટ્રેનની કામગીરીનો સમાન તણાયો

સાબરમતીમાં પાણી છોડાયા બાદ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. મહેસાણાથી લઈને સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે.અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યાં છે. સાબરમતી નદી પર બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે તે તમામ માલ સામાન પાણીમાં વહી ગયો છે. સાબરમતી ઇન્દિરા બ્રિજથી રેલવે ઓવરબ્રિજ સુધીના રિવરફ્રન્ટ વોક વે પર પાણી ફરી વળ્યા છે.

 પૂર્વ તરફનો લોઅર પ્રોમિનાડ બંધ કરવામાં આવ્યો

સાબરમતી રિવરફ્રન્ટ પર પૂર્વ તરફનો લોઅર પ્રોમિનાડ બંધ કરવામાં આવ્યો છે. સાબરમતીમાં પાણીનું વહેણ વધ્યું છે. જેના કારણે નદી જોખમી બની છે. આ સિવાય આ પાણી રિવરફ્રન્ટના વોક વે સુધી પહોંચી ગયું છે. રિવરફ્રન્ટ પર પાણી ભરાવાના કારણે હાલ, રિવરફ્રન્ટ વોક-વે આવનારા આદેશ સુધી બંધ કરવામાં આવ્યો છે. હાલ કોઈ લોકો નદીની આસપાસ કે, વોક-વે જઈ શકશે નહીં. તેમજ નદી કાંઠે રહેતા લોકોને હાઇ એલર્ટ કરવામાં આવ્યા છે. 

આ સમાચાર શેર કરો