મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કાટ વળી ગયેલી શાળા પ્રવેશોત્સવની સાઈકલોને કલર કરી વિદ્યાર્થીઓને અપાઈ

ગુજરાત સરકાર દર વર્ષે શાળા પ્રવશોત્સવ દરમિયાન શાળામાં અભ્યાસ કરતી કન્યાઓને સાઈકલ

ગુજરાત સરકાર દર વર્ષે શાળા પ્રવશોત્સવ દરમિયાન શાળામાં અભ્યાસ કરતી કન્યાઓને સાઈકલ આપે છે. પરંતું રાજ્યમાં ઘણી એવી સ્કૂલો છે જે આ સરકારી યોજનાને ગંભીરતાથી નથી લેતી અને યોજના ધૂળ ખાય છે. વર્ષ 2024 તેના અંતિમ ચરણમાં છે ત્યારે વર્ષ 2023ની શાળા પ્રવેશોત્સવની સાઈકલો ભંગારની જેમ વાહનોમાં સાઈકલો ભરવામાં આવી હતી.

આ પણ વાંચો: રાજકોટ/ બોગસ દસ્તાવેજ કૌભાંડમાં સબ રજીસ્ટારે આ રીતે પાડ્યો ખેલ; એક્શન મોડમાં પોલીસ

વિગતે વાત કરવામાં આવે તો મહેસાણાના ઊંઝાનો મામલો સામે આવ્યો છે. જ્યાં છેલ્લા એક વર્ષથી શાળા પ્રવેશોત્સવની ધૂળ ખાતી સાઈકલોને કાટ વળી જતાં નવો કલર કરી વિદ્યાર્થીઓને આ સાઈકલો પધરાવવામાં આવી હતી. સ્કૂલના જવાબદાર વિદ્યાર્થીઓ ઉનાવાથી સર્વોદય સ્કૂલ માટે સાઈકલો લેવા પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: ઊંઝામાંથી વરિયાળીને કલર ચઢાવીને વેચાણ કરતી ફેક્ટરી ઝડપાઈ, લાખો રૂપિયાનો મુદ્દામાલ કરાયો જપ્ત

એટલું જ નહીં એક પણ સાઈકલોના ટાયરોમાં હવા પણ નહોતી. હવે આ સાઈકલોના ટાયર-ટ્યુબો કેટલી સારી હશે કે કેમ તે અંગે પણ ઘણાં સવાલો ઉઠયા છે. 2023ની આ સાઈકલોને વાહનોમાં પણ ભંગારની જેમ જ ભરીને તેનો વહીવટ કરવામાં આવ્યો.

આ સમાચાર શેર કરો