મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નિકોલની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસેથી LC માટે રૂ.300 ઉઘરાવાયા, પ્રિન્સિપાલે ભૂલ સ્વીકારી પૈસા પરત કર્યા

અમદાવાદમાં ફરી એકવાર ખાનગી સ્કૂલની મનમાની સામે આવી છે. નિકોલ વિસ્તારમાં આવેલી સેવન ડે

અમદાવાદમાં ફરી એકવાર ખાનગી સ્કૂલની મનમાની સામે આવી છે. નિકોલ વિસ્તારમાં આવેલી સેવન ડે એડવાન્સ્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં નિયમો વિરુદ્ધ વિદ્યાર્થીઓ પાસેથી LC માટે રૂ.300 વસૂલવામાં આવ્યા હોવાનો મામલો બહાર આવ્યો છે.

પ્રિન્સિપાલના આદેશથી જ આ ગેરકાયદે રીતે ફી ઉઘરાવવામાં આવતી હોવાનો ખુલાસો થતા DEOના નિયમોને શાળાએ નેવે મૂક્યા હોવાના આક્ષેપ થયા છે. પ્રિન્સિપાલે ખોટી રીતે ફી લેવામાં આવી હોવાની સ્વીકારી અને વિદ્યાર્થીઓને પૈસા પરત કરવામાં આવ્યા. હવે આવી ગેરકાયદેસર ફી વસૂલતી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

આ સમાચાર શેર કરો