VIDEO: અમદાવાદમાં વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સના આયોજનને લઈને તડામાર તૈયારીઓ શરૂ
અમદાવાદમાં વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સના આયોજનને લઈને તડામાર તૈયારીઓ
અમદાવાદમાં વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સના આયોજનને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે ત્યારે આજે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓએ અમદાવાદના નારણપુરામાં આવેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ કોમ્પ્લેક્સમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી તેને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તૈયાર કરવાનો છે. સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા કરી રહેલા અધિકારીઓએ સંકુલના વિવિધ વિભાગો અને ક્ષમતા અંગે વિગતવાર માહિતી મેળવી હતી. કોમનવેલ્થ ગેમ્સ જેવા પ્રતિષ્ઠિત વૈશ્વિક આયોજનની યજમાની માટે અમદાવાદને સજ્જ કરવાના ભાગરૂપે આ નિરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.




