મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedad news: ગરબાના 2500ના પાસ, પાણીની બોટલના 50 રૂપિયા, શહેરમાં નવો ક્રેઝ: મોંઘુ એટલું સારૂ!

અમદાવાદ શહેરની નવરાત્રિ સામાન્ય શહેરીજનો માટે જાણે કે લૂંટ

Ahmedad news:  ગરબાના 2500ના પાસ, પાણીની બોટલના 50 રૂપિયા, શહેરમાં નવો ક્રેઝ: મોંઘુ એટલું સારૂ!

અમદાવાદ શહેરની નવરાત્રિ સામાન્ય શહેરીજનો માટે જાણે કે લૂંટ રાત્રિ બની ગઈ હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે. શહેરના SP રિંગ રોડ આસપાસ સંખ્યાબંધ ખાનગી પાર્ટી પ્લોટમાં નવરાત્રિનું આયોજનો કરવામાં આવ્યા છે. જ્યાં ખુલ્લા પાર્ટીપ્લોટમાં કોઈ સલામતી વગર ટુ-વ્હિલર પાર્કિંગ માટે 100 અને કાર પાર્કિંગ માટે 200 રૂપિયા સુધીની ઉધાડી લૂંટ ચલાવાવમાં આવી રહી છે. બીજી તરફ કાળા કાચવાળી કાર સામે કડક પગલાં લેવાની પોલીસે હાંકેલી ગુલબાંગોનું પણ સૂરસુરિયું થઈ ગયું છે.

એક વ્યક્તિના પાસની ટિકિટ 2500 સુધી

અમદાવાદના ખાનગી પાર્ટી પ્લોટમાં એક દિવસની એક વ્યક્તિની ટિકિટ માટે હજારથી અઢી હજાર વસૂલવામાં આવી રહ્યા છે, આવડી મોટી ટિકીટની ફી ચૂકવ્યા બાદ પણ મોટાભાગના પાર્ટી પ્લોટમાં પાણીની વ્યવસ્થા પણ નથી. બીજી તરફ ઘરેથી લાવેલી પાણીની બોટલ પણ અંદર લઈ જવામાં આવતી નથી, બજારમાં મળતી પાણી બોટલના 50થી પણ વધુ વસૂલવામાં આવે છે.

નાસ્તાની પ્લેટોના ભાવ પણ 150થી પણ વધુ

બજારમાં બહાર મળતી 30-40ની નાસ્તાની પ્લેટનો 100- 150થી પણ વધુ વસૂલવામાં આવી રહ્યા છે. આ ઉઘાડી લૂંટ રોકવામાં એકપણ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા નથી. હાલ અમદાવાદના માર્ગો પર રાત્રે દર 10માંથી બે કારના કાચ કાળા જોવા મળી રહ્યા છે, પરંતુ પોલીસે એકપણ કારના કાળા કાચ ઉતારવામાં આવ્યા નથી,

આ સમાચાર શેર કરો