VIDEO: યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં યાત્રિકોને સેવા આપતો રોયલ કેમ્પ
યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં
યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને સૂશ્રુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં એક કેમ્પ એવો છે કે જ્યાં એક જ જગ્યાએ યાત્રિકોને બધી જ સુવિધાઓ મળી રહે છે. જેથી આ કેમ્પ યાત્રિકો માટે રોયલ કેમ્પ સમાન સાબિત થયો છે "પી.એન માળી ફાઉન્ડેશન કેમ્પ" વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સંઘો અને મંડળો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા, પાણી, નાસ્તો, જમવાની અને રહેવાની સગવડ સાથેની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.




