મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આણંદના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા, મોબાઇલની દુકાનના તાળાં તોડ્યા

આણંદ શહેરમાં જાણે તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આણંદના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક મોબાઇલની

 આણંદ શહેરમાં જાણે તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આણંદના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક મોબાઇલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

આણંદમાં મોબાઇલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા

આણંદમાં જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોસ્ટ ઓફિસની નજીક આવેલી મોબાઇલની દુકાનના તાળા તૂટ્યા હતા. તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી.

આ પણ વાંચો: આણંદ/ ભાજપના કાઉન્સિલર પર દુષ્કર્મનો આરોપ લાગતા પાર્ટીમાંથી સસ્પેન્ડ, રહીશોએ ચખાડ્યો હતો મેથીપાક

શહેરના મુખ્ય વિસ્તારમાં તસ્કરો પોલીસને પડકાર ફેકતા હોય તેમ લાગી રહ્યું છે. લાંબા સમયથી ચોરીની અફવાઓ વચ્ચે ગણતરીના દિવસોમાં જ ચોરીનો ત્રીજો બનાવ બન્યો હતો. પોલીસ સબ સલામતનું ગાણુ ગાઇ રહી છે પણ અહીં ચિત્ર કઇક જુદુ જ જોવા મળી રહ્યું છે.

આ સમાચાર શેર કરો