VIDEO: વડોદરામાં ભદ્ર કચેરીની રોડ સાઈડની દિવાલ ધરાશાયી, એક મહિલાનું મોત
વડોદરાના જૂનાગઢી પાસે આવેલા ભદ્ર કચેરીની રોડ સાઈડની દિવાલ ધરાશાયી થતા મહિલાનું મોત થયું છે જ્યારે બે વા
વડોદરાના જૂનાગઢી પાસે આવેલા ભદ્ર કચેરીની રોડ સાઈડની દિવાલ ધરાશાયી થતા મહિલાનું મોત થયું છે જ્યારે બે વાહનો ઉપર કાટમાળ પડતાં કચડાઈ ગયા છે. રોડ સાઈડની દિવાલ અચાનક ધડાકાસાથે તૂટી પડતાં એક મહિલાનું મોત થયું છે. દિવાલ ધરાશાયી થતા સ્કૂટર ચાલકનો બચાવ થયો છે. જોકે એક રીક્ષાને મોટું નુકસાન થયુ છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા અને કાટમાળ હટાવવાની કામગીરી કરી હતી.




