મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં પૂરઝડપે આવતી કારે અડફેટે લેતા રિક્ષા પલટી, 1 ઘાયલ; કાર ચાલક ફરાર

વધુ એક વખત અમદાવાદમાં રફતારનો કહેર જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં એરપોર્ટ રોડ પર પૂરઝડપે આવતી કારે અકસ્માત સર્જ

વધુ એક વખત અમદાવાદમાં રફતારનો કહેર જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં એરપોર્ટ રોડ પર પૂરઝડપે આવતી કારે અકસ્માત સર્જ્યો હતો. જેમાં એક મહિલા કાર ચાલકે એક રિક્ષાની અડફેટે લીધી હતી. અકસ્માતની આ ઘટનામાં કારના અથડાયા બાદ 500 મીટરથી વધુ દુર રિક્ષા ઘસડાઈને પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં રિક્ષામાં બેસેલા એરપોર્ટના મુસાફરને ગંભીર ઇજા થઈ હતી. ગમખ્વાર અકસ્માત કર્યો હોવાની જાણ થતાં કાર ચાલક યુવતી અકસ્માત બાદ ફરાર થઈ ગઈ હતી. 

આ સમાચાર શેર કરો